You are Here: Home » Bhajan » Shrinathji » કૃપાના સાગરને કરુણા નિધાનને
|

કૃપાના સાગરને કરુણા નિધાનને

[Total: 4 Average: 5]

કૃપાના સાગરને, કરુણા નિધાનને, વિનંતી કરું છું, વિનંતી કરું છું (૨)
શ્રીજી સ્વામીને, ગોપાલા લાલને, વિનંતી કરું છું, વિનંતી કરું છું (૨) .. કૃપાના સાગરને

તારા વિના મારુ જીવન સૂનું, લાગે છે જીવવું તુજ વીન ખારું (૨),
જીવનની સંધ્યાના નવરંગ થઈને, કૃપા રે વરસાવો નજીક લઈને .. કૃપાના સાગરને

બને મારુ જીવન જો તારી સેવામય, સ્મરણ તારું વિસરું ના એકે ઘડી પણ (૨)
તારી સેવામાં તારા સ્મરણમાં,  વિતાવું આ જીવન વિતાવું આ જીવન (૨) .. કૃપાના સાગરને

શ્રીજી ઓ સ્વામી, ગિરિધર ધારી, આશ રહી છે તારી કૃપાની (૨),
દર્શન તારા થાયે આ ભવમાં, અરજ કરું છું  અરજ કરું છું (૨) .. કૃપાના સાગરને

થાયે જો ઝાંખી તારા સ્વરૂપની, નાચે રે બાળ આ પાગલ બની ને (૨),
જીવન સમર્પણ ચરણોની સેવામાં, અંતિમ શ્વાસ રહે તારા ચરણમાં .. કૃપાના સાગરને



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *