You are Here: Home » Bhajan » Shrinathji » મધુરાષ્ટકમ
|

મધુરાષ્ટકમ

Madhurashtakam - Adharam Madhuram

[Total: 11 Average: 3.5]

અધરં મધુરં, વદનં મધુરં, નયનં મધુરં, હસિતં મધુરમ્ ।
હૃદયં મધુરં, ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૧॥

તેમની અધર (ઓષ્ઠ) મધુર છે, મુખ મધુર છે, નયન મધુર છે, હાસ્ય મધુર છે, હ્રદય મધુર છે, ગતિ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે

વચનં મધુરં, ચરિતં મધુરં, વસનં મધુરં, વલિતં મધુરમ્ ।
ચલિતં મધુરં, ભ્રમિતં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૨॥

તેમનું બોલવું મધુર છે, ચરિત્ર મધુર છે, વસ્ત્ર મધુર છે, અંગનો મરોડ મધુર છે, ચાલ મધુર છે, ભ્રમણ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

વેણુર્મધુરો, રેણુર્મધુરઃ, પાણિર્મધુરઃ, પાદૌ મધુરૌ ।
નૃત્યં મધુરં, સખ્યં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૩॥

તેમની વેણુ મધુર છે, ચરણ રજ મધુર છે, હાથ મધુર છે, પગ મધુર છે, નૃત્ય મધુર છે, સખ્ય (મૈત્રી) મધુર છે, મધિરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

ગીતં મધુરં, પીતં મધુરં, ભુક્તં મધુરં, સુપ્તં મધુરમ્ ।
રૂપં મધુરં, તિલકં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૪॥

તેમનું ગાન મધુર છે, પાન મધુર છે, ભોજન મધુર છે, શયન મધુર છે, રૂપ મધુર છે, તિલક મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

કરણં મધુરં, તરણં મધુરં, હરણં મધુરં, રમણં મધુરમ્ ।
વમિતં મધુરં, શમિતં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૫॥

તેમનું કાર્ય મધુર છે, તરવું મધુર છે, હરવું મધુર છે, સ્મરણ મધુર છે, ઉદગાર મધુર છે, શાંતિ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

ગુંજા મધુરા, માલા મધુરા, યમુના મધુરા, વીચી મધુરા ।
સલિલં મધુરં, કમલં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૬॥

તેમનું ગુંજન મધુર છે, માળા મધુર છે, યમુના મધુર છે, તેના તરંગો મધુર છે, તેના જળથી ભીની થયેલા માટી મધુર છે, કમળ મધુર છે, મધુરાધિપતિનુ સર્વસ્વ મધુર છે.

ગોપી મધુરા, લીલા મધુરા, યુક્તં મધુરં, મુક્તં મધુરમ્ ।
દૃષ્ટં મધુરં, શિષ્ટં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૭॥

ગોપીઓ મધુર છે, એમની લીલા મધુર છે, સંયોગ મધુર છે, ભોગ મધુર છે, નિરીક્ષણ મધુર છે, શિષ્ટાચાર મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

ગોપા મધુરા, ગાવો મધુરા, યષ્ટિર્મધુરા, સૃષ્ટિર્મધુરા ।
દલિતં મધુરં, ફલિતં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૮॥

ગોવાળ મધુર છે, ગાયો મધુર છે, લાકડી મધુર છે, સૃષ્ટિ મધુર છે, દલન મધુર છે, ફળ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.


His lips are sweet and his face is sweet and charming
His eyes are sweet and the soulful smile is sweet
His heart is sweet and his gait is sweet
Everything about the Lord of madhura(Krishna) is so sweet! || 1 ||

His words(speech) are sweet and his character is sweet
His dress is sweet and charming and his posture is sweet
His walk(movement) is sweet and his wandering(rambling) is sweet
Everything about the Lord of madhura(Krishna) is so sweet!

His flute (playing) is sweet and his foot-dust is sweet
His hands are sweet and his feet are sweet
His dance is sweet and his friendship is sweet
Everything about the Lord of madhura(Krishna) is so sweet!

His songs are sweet and his drinking is sweet
His eating is sweet and his sleeping is sweet
His form is sweet and his mark on forehead is sweet
Everything about the Lord of madhura(Krishna) is so sweet!

His actions are sweet and his opportunities are sweet
His stealing is sweet and his divine play of love is sweet
His oblations are sweet and his calmness is sweet
Everything about the Lord of madhura(Krishna) is so sweet!

His humming is sweet and his garland is sweet
River Yamuna is sweet and its waves are sweet
Its water is sweet and the lotus are sweet
Everything about the Lord of madhura(Krishna) is so sweet!

His cowherd girl friends are sweet and his divine play is sweet
His union is sweet, His rescue (setting free nature) is sweet
His glances are sweet and his etiquette is sweet
Everything about the Lord of madhura(Krishna) is so sweet!

His cowherd boy friends are sweet and his cows are sweet
His herding staff is sweet and his creation is sweet
His trampling is sweet and his accomplishments are sweet
Everything about the Lord of madhura(Krishna) is so sweet!

Thus ends the Madhurashtakam composed by Srimad Vallabhacharya


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *