You are Here: Home » Bhajan » Shrinathji » મનડું મારુ જોને ડોલ ડોલ થાય
|

મનડું મારુ જોને ડોલ ડોલ થાય

Manadu maru jone dol-dol thay

[Total: 3 Average: 4]

મનડું મારુ જોને ડોલ ડોલ થાય, સત્સંગમાં શ્રીજી નો સંગ મળી જાય (૨)
માયાના વળગાણથી કેમ રે છુટાય, સત્સંગમાં શ્રીજી નો સંગ મળી જાય ..મનડું મારુ જોને ડોલ ડોલ થાય

વૈષ્ણવનો સંગ મને આપજો શ્રીનાથજી (૨), ભક્તિના પુષ્પો ખીલાવજો શ્રીનાથજી (૨)
સેવા સત્સંગમાં મનડું બંધાય, સત્સંગમાં શ્રીજી નો સંગ મળી જાય .. .મનડું મારુ જોને ડોલ ડોલ થાય

અંતરથી શ્રીજીનું નામ જ્યાં લેવાય છે (૨), થઈને બહુ રાજી શ્રી યમુના હરખાય છે (૨),
વલ્લભ કૃપાથી ભવસાગર તરી જાય, સત્સંગમાં શ્રીજી નો સંગ મળી જાય .. .મનડું મારુ જોને ડોલ ડોલ થાય

ધન્ય શ્રી દ્વારકેશરાય ગિરધારી (૨), દુઃખ દૂર કરશે શ્રી વિઠ્ઠલ સુખકારી (૨),
વૈષ્ણવને પુષ્ટિનો મારગ સમજાય, સત્સંગમાં શ્રીજી નો સંગ મળી જાય .. .મનડું મારુ જોને ડોલ ડોલ થાય



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *