You are Here: Home » Bhajan » Shrinathji » મને પ્રભાતે સપનું આવ્યું
|

મને પ્રભાતે સપનું આવ્યું

Mane Prabhate Sapanu Aavyu

[Total: 2 Average: 2.5]

મને પ્રભાતે સપનું આવ્યું (૨)
મારે રમવું શામળિયાની સાથે, વારી જાઉં શ્રીનાથજી …મને

વહાલે બંસી વગાડી ઝીણા સુરની
મારે મંદિરિયે સંભળાય, વારી જાઉં શ્રીનાથજી …મને

સોળ કળાએ સુરજ ઉગ્યો
મારા હ્રુદિયામાં થયા અજવાળા, વારી જાઉં શ્રીનાથજી …મને

બેડું મેલ્યું જમનાજીના ઘાટમાં
ફૂલડાંની છાબ શ્રીનાથજીને ભેટ, વારી જાઉં શ્રીનાથજી …મને

મારે નાહવા ગંગા ને ગોમતી
મારે કરવા શ્રીજમુનાજીના પાન, વારી જાઉં શ્રીનાથજી …મને

મારે જાઉં શ્રીવલ્લભકુલની વાટે
બલિહારી જાય માધવદાસ, વારી જાઉં શ્રીનાથજી …મને

માધવદાસની વિનંતી એમ જાણે
અમને દેજો શ્રી વ્રજમાં વાસ, વારી જાઉં શ્રીનાથજી …મને


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *