રૂપનો પ્યાલો નૈને પીધો
Roopno pyalo naene pidho
રૂપનો પ્યાલો નૈને પીધો, આજ મેં શ્રીજી પ્યારને દીઠો .. (૨)
માખણ ખાતો લાગે મીઠો (૨), આજ મેં શ્રીજી પ્યારાને દીઠો (૨).. રૂપનો પ્યાલો
રૂપ-રસ નો સાગર છલકે, ઉભો ઉભો જોને મલકે (૨),
નંદ મહેલને આંગણ ફરતો, આજ મેં શ્રીજી પ્યારાને દીઠો (૨).. રૂપનો પ્યાલો
મન લાગ્યું એ રાસને લટકે, કામણ કરતો આંખને મટકે (૨),
રાસના રંગમાં રમતો ફરતો, આજ મેં શ્રીજી પ્યારાને દીઠો (૨) .. રૂપનો પ્યાલો
પાયે ઝાંઝર ઝમ-ઝમ ઝમકે, કંદોરાની ઘુઘરી ઘમકે (૨),
ગોવાળો સંગ વનમાં ફરતો, આજ મેં શ્રીજી પ્યારાને દીઠો (૨).. રૂપનો પ્યાલો
ગોપિકાની સંગે ભટકે, “નીતા” વારી એને લટકે (૨),
ભક્ત હૃદયમાં હરતો ફરતો, આજ મેં શ્રીજી પ્યારાને દીઠો (૨).. રૂપનો પ્યાલો
Rūpano pyālo naine pīdho, āj men shrījī pyārane dīṭho .. (2)
Mākhaṇ khāto lāge mīṭho (2), āj men shrījī pyārāne dīṭho (2).. Rūpano pyālo
Rūpa-ras no sāgar chhalake, ubho ubho jone malake (2),
Nanda mahelane āngaṇ farato, āj men shrījī pyārāne dīṭho (2).. Rūpano pyālo
Man lāgyun e rāsane laṭake, kāmaṇ karato ānkhane maṭake (2),
Rāsanā rangamān ramato farato, āj men shrījī pyārāne dīṭho (2) .. Rūpano pyālo
Pāye zānzar zama-zam zamake, kandorānī ghugharī ghamake (2),
Govāḷo sanga vanamān farato, āj men shrījī pyārāne dīṭho (2).. Rūpano pyālo
Gopikānī sange bhaṭake, “Nītā” vārī ene laṭake (2),
Bhakta hṛudayamān hārato farato, āj men shrījī pyārāne dīṭho (2).. Rūpano pyālo