You are Here: Home » Bhajan » Shrinathji » સાંજ પહેલાની સાંજ ઢળી છે
|

સાંજ પહેલાની સાંજ ઢળી છે

Saanj Pahela ni Saanj Dhadi Chhe

[Total: 5 Average: 3.6]

સાંજ પહેલાની સાંજ ઢળી છે, શ્યામ હવે તો જાગો (૨)
તમે અમારા રોમ-રોમમા થઇ વાંસળી વાગો … સાંજ પહેલાની સાંજ ઢળી છે

મોરપીંછ નો મબલખ તડકો, સાંવ સુંવાળો લાગે (૨),
તડકો પણ આ સંગ તમારે, માખણ જેવો લાગે,
તમે અમારી જેમ સાંભરી સંગ અમારો માંગો.. તમે અમારા રોમ-રોમમા થઇ વાંસળી વાગો

વૃંદાવન માં હરશું ફરશું, ગાશું ગીત અનેરા (૨),
કોઈ વૃક્ષની છાંય પછી તો, ગિરિધર ને રમે ત્યાં,
શ્યામ તમારી સંગ અમારો , જન્મ જન્મ નો લાગો.. તમે અમારા રોમ-રોમમા થઇ વાંસળી વાગો



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *