You are Here: Home » Bhajan » Shrinathji » શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી
|

શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી

Shri Vallabh Vithhal Giridhari

[Total: 16 Average: 2.6]

શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, શ્રી યમુનાજી કી બલિહારી (૨),

જય શ્રી વલ્લભ, જય વિઠ્ઠલ, જય યમુના, જય શ્રીનાથજી,
કળિયુગના તો જીવ ઉધાર્યા, મસ્તક ધરિયા હાથ જી ..શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

મોર મુગુટ ને કાને કુંડળ, ઉર વૈજંતી માળા જી,
નાસિકા ગજ મોતી સોહિયે એ સુખ જોવા જઈએ જી… શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

આસ-પાસ તો ગૌ બિરાજે, ગ્વાલ મંડળી સાથ જી,
અધરપે મોરલી વેન બજાવે, એ સુખ જોવા જઈએ જી …શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

વલ્લભ દુર્લભ જઈને કહીયે, તો ભવસાગર તરીએ જી,
માધવદાસ તો એટલું માંગે, ગોકુળમાં અવતરીએ જી.. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

ઓ જય ગિરિવર ઓ જય ગોવિંદ, જય શ્રી બાલકૃષ્ણ જી,
જય ગોકુલ કે ગોપ-ગોપી, નંદ જશોદા માત જી.. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

જય વૃંદાવન, જય બંસીવટ, જય જય યમુનાના ઘાટ જી,
વિવિધ લીલા રસ પાન કરાવી, રચિયા રૂડા રાસ જી… શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

જય સુરદાસ, જય કૃષ્ણદાસ, જય પરમાનંદ, જય કુંભનદાસ,
જય ચત્રભુજ, જય નંદદાસ, જય ચિત્તસ્વામી, શ્રી ગોવિંદજી… શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

શ્રી વલ્લભ વિઠ્ઠલ ગોપીનાથ, દેવકીનંદન શ્રી રઘુનાથ,
યશોદાનંદન નંદકિશોર, શ્રી મુરલીધર માખણચોર… શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

જય શ્રી જગપતિ, જય ઘનશ્યામ, જય ગોકુલપતિ રાધેશ્યામ,
જય ગોધન, જય જય વ્રજધન, જય પુષ્ટિ શ્રુષ્ટિના આધાર… શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

જય યમુના, જય જય શ્રીનાથ, મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ,
શ્રી વલ્લભ જુગ-જુગ રાજ કરો, શ્રી વલ્લભ જુગ-જુગ રાજ કરો… શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

ઓ જય શ્રી વલ્લભદેવ કી જય, ચોર્યાશી વૈષ્ણવકી જય,
ગ્વાલ મંડલીકી જય, પ્રાણ પ્યારે કી જય જય…  શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

શ્રી ગોવર્ધનનાથકી જય,  શ્રી યમુના મૈયાકી જય,
શ્રી મહાપ્રભુકી જય જય જય, અપને અપને ગુરુદેવ કી જય.. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *