You are Here: Home » Bhajan » Shrinathji » શ્રીજી છેલ રે છોગાળો
|

શ્રીજી છેલ રે છોગાળો

Shriji Chhelre Chhogado

[Total: 1 Average: 5]

શ્રીજી છેલરે છોગાળો, શ્રીજી લાગે કેવો રૂપાળો,
શ્રીજી મનડાં કેરો મોર, મારા ચિતડાનો ચોર .. શ્રીજી છેલરે છોગાળો

શ્રીજી મારો કામણગારો, શ્રીજી મોહન મોરલીવાળો .. (૨),
શ્રીજી પ્રેમનો સરવાળો, મારા ચિતડાનો ચોર .. શ્રીજી છેલરે છોગાળો

શ્રીજી ગાયોનો ગોવાળો, શ્રીજી કાળી કામળી વાળો .. (૨),
શ્રીજી રૂપનો અંબારો, મારા ચિતડાનો ચોર .. શ્રીજી છેલરે છોગાળો

શ્રીજી અલબેલો લટકાળો,  શ્રીજી  રૂપે-રંગે કાળો ..  (૨),
શ્રીજી યમુનાનો ભરથારો, મારા ચિતડાનો ચોર .. શ્રીજી છેલરે છોગાળો

શ્રીજી ગોપીઓનો પ્યારો, શ્રીજી નંદનો દુલારો .. (૨),
શ્રીજી રાસમાં ફરનારો, મારા ચિતડાનો ચોર .. શ્રીજી છેલરે છોગાળો

શ્રીજી ભક્તોનો રખવાળો, શ્રીજી “નીતા”નો પ્રાણપ્યારો .. (૨),
તા પર તન-મન-પ્રાણ ઓવારો, મારા ચિતડાનો ચોર .. શ્રીજી છેલરે છોગાળો


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *