You are Here: Home » Bhajan » Shrinathji » શ્રીજીબાવા છેલછબીલા
|

શ્રીજીબાવા છેલછબીલા

Shrijibava ChhelChhabila

[Total: 1 Average: 2]

શ્રીજીબાવા છેલછબીલા, ભક્તોને મન વસીયા રે,
અનુમપમ છબી મારા શ્યામ સુંદરની, મુખે મધુરું હસીયા રે.. શ્રીજીબાવા છેલછબીલા

દેવદમન ને ઇન્દ્રદમન ના નામ અલૌકિક ધરિયા રે,
શ્યામ વરણ  મારા ગિરિધરધારી, વૈષ્ણવજન ના વહાલા રે.. દેવદમન ને ઇન્દ્રદમન

અજબકુંવરને કાજે રથમાં બેસી મેવાડ આવ્યા રે (૨)
વીર ભુમીને પાવન કીધી, પર્વત મધ્યે  ધામ રે (૨),
અષ્ટસમા ની ઝાંખી પ્યારી, ભક્તોની ભીડ ભારી રે,
સાત ધજાઓ ફરફર ફરકે, ભક્તોને વિશ્રામ રે.. અષ્ટસમા ની ઝાંખી પ્યારી

ચાર ચોકનું મંદિર અલૌકિક, છપ્પર બિરાજે નાથ રે (૨),
અષ્ટભોગ આરોગી પ્રભુજી લાડમાં દે છે દર્શન રે (૨),
નવનિતપ્રિયાજી સંગે બીરાજે, મદનમોહન સુખધામ રે,
સાત સ્વરૂપમાં  અતિ રે સુંદર મારા ગોવર્ધનનાથ રે.. નવનિતપ્રિયાજી સંગે બીરાજે

મોરમુગુટ બંસી છડી ચરણે, ઝાંઝરનો ઝમકાર રે (૨),
ઊંચે હાથે ભક્તો બોલાવે, અંતરને આરામ રે (૨),
શ્રીનાથજીની ઝાંખી કરતા “નીતા” વારી જાય રે,
મેવાડના મંદિરમાં નિત્યે વર્તે જયજયકાર રે.. શ્રીનાથજીની ઝાંખી કરતા

શ્રીજીબાવા છેલછબીલા, ભક્તોને મન વસીયા રે,
અનુમપમ છબી મારા શ્યામ સુંદરની, મુખે મધુરું હસીયા રે
દેવદમન ને ઇન્દ્રદમન ના નામ અલૌકિક ધરિયા રે,
શ્યામ વરણ  મારા ગિરિધરધારી, વૈષ્ણવજન ના વહાલા રે



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *