You are Here: Home » Bhajan » Shrinathji » શ્રીનાથજીનો હેલો
|

શ્રીનાથજીનો હેલો

Shrinathjino Helo

[Total: 2 Average: 5]

હે હેલો મારો સાંભળો ને ગોવર્ધનવાસી (૨),
ભક્તો તારા વિનવે અમને દર્શન તેડાવ … મારો હેલો સાંભળો.. હો.. હો.. જી

નંદના દુલારા ને ગોવર્ધનધારા (૨),
રાધાજી ના પ્યારા ને ભક્તોના રખવાળા… મારો હેલો સાંભળો.. હો.. હો.. જી

અજબકુંવરને કાજે મેવાડ કીધો વાસ (૨),
ભક્તો તારા ઝંખે તુજને આંખોમાં લઇ આશ.. મારો હેલો સાંભળો.. હો.. હો.. જી

કાંઠે માળા કાને કુંડળ ઝાંઝરનો ઝમકાર (૨),
ધીમા-ધીમા સુરે વહાલા વાંસળી વગાડ.. મારો હેલો સાંભળો.. હો.. હો.. જી

કમળ કેરી માળા ને બંસી છડી હાથ (૨),
હડપચીનો હીરલો તારો કેવો ઝગમગાટ.. મારો હેલો સાંભળો.. હો.. હો.. જી

રૂપ તારા છબી કેરા આંખોમાં સમાય (૨),
નીરખી તુજને બાંધ્યા મેં તો પ્રેમ કેરા તાર…મારો હેલો સાંભળો.. હો.. હો.. જી

શ્રીજીબાવા લગની તારી જેને લાગી જાય (૨),
વારી વારી તુજ પર “નીતા”,  ભવસાગર તરી જાય..  મારો હેલો સાંભળો.. હો.. હો.. જી



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *