You are Here: Home » Bhajan » Shrinathji » સુંદર મારા ગોવર્ધનધારી
|

સુંદર મારા ગોવર્ધનધારી

Sundar mara Govardhandhari

[Total: 5 Average: 4.8]

સુંદર મારા ગોવર્ધનધારી, સુંદર નીરખી શોભા સારી (૨),
સુંદર શ્રીમુખ પાવનકારી, સુંદર આંખડી પાવનકારી,

સુંદર લીલા મન હરનારી, સુંદર યમુના રંગે રમનારી (૨),
વાગી સુંદર વાંસળી તારી, શ્યામસુંદર ગોવર્ધનધારી,
સુંદર મારા ગોવર્ધનધારી, શ્યામસુંદર ગોવર્ધનધારી,
શ્યામસુંદર ગોવર્ધનધારી, શ્યામસુંદર ગોવર્ધનધારી

સુંદર હાસ્ય માધુરી તારી, સુંદર ગૌ પાછળ ફરનારી (૨),
સુંદર કમળ માયા રૂપાળી, સુંદર કાળી કામળી તારી,
સુંદર ચરણે ઝાંઝર ઝમકારી, સુંદર શોભા મેઘ નિહારી (૨),
વાગી સુંદર વાંસળી તારી, શ્યામસુંદર ગોવર્ધનધારી,
સુંદર મારા ગોવર્ધનધારી, શ્યામસુંદર ગોવર્ધનધારી
શ્યામસુંદર ગોવર્ધનધારી, શ્યામસુંદર ગોવર્ધનધારી

સુંદર નામ અતિ સુખકારી, સુંદર સ્મરણ મંગલકારી (૨),
સુંદર ગોપી રાસે રમનારી, સુંદર મોર મુકુટ છે ભારી,
શ્યામસુંદરની સુંદરતા પર, જાતી “નીતા” વારી રે વારી (૨),
વાગી સુંદર વાંસળી તારી, શ્યામસુંદર ગોવર્ધનધારી,
સુંદર મારા ગોવર્ધનધારી, શ્યામસુંદર ગોવર્ધનધારી
શ્યામસુંદર ગોવર્ધનધારી, શ્યામસુંદર ગોવર્ધનધારી

શ્યામસુંદર ગોવર્ધનધારી, શ્યામસુંદર ગોવર્ધનધારી.. (૭-૮)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *