You are Here: Home » Bhajan » Shrinathji » તમે ચરાવવા જાઓ મારા જાધવા
|

તમે ચરાવવા જાઓ મારા જાધવા

Tame Mane Charavava Jao Mara Jadhava

[Total: 3 Average: 3.7]

તમે ચરાવવા જાઓ મારા જાધવા (૨), મારી ઈચ્છાઓ છે કામધેનુ,
તમે ચરાવવા આવશો નહિ તો, જીવન ભાર નું અમને મેણું .. તમે ચરાવવા જાઓ મારા જાધવા

ઘાંસ પાસે અમે એકલા જાસું તો (૨), થઇ જશે એવું ખળ,
તમારી સંગે વૃંદાવન થાશે, વેરાન હોય કે ઉજ્જડ,
તમારી સંગાથે ચાલતા ચાલતા (૨), હવા માં વાગતી હોય વેણુ,
તમે ચરાવવા આવશો નહિ તો, જીવન ભાર નું અમને મેણું ..તમે ચરાવવા જાઓ મારા જાધવા

એક એક કોળિયો વાગોળ્યા કરીયે, શ્યામ સાથે મંડાયી મીટ (૨),
ફરવાનું બહાનું છે, ચરવાનું બહાનું છે, પીએ આ કંઠ તારી પ્રીત (૨),
તમે અમારી વાચા છો ત્વચા છો, ઉપરનું કાંઈ નથી ઘરેણું,
તમે ચરાવવા આવશો નહિ તો, જીવન ભાર નું અમને મેણું ..તમે ચરાવવા જાઓ મારા જાધવા

તમે મને ચરાવવા જાઓ મારા જાધવા, હું તો તમારી કામધેનુ  (૨)
મને લાગે છે વહાલી તારી વેણુ, હું તો તમારી કામધેનુ  (૨) .. તમે મને ચરાવવા જાઓ મારા જાધવા



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *