You are Here: Home » Bhajan » Shrinathji » તમે મને માયા લગાડી શ્રીનાથજી
|

તમે મને માયા લગાડી શ્રીનાથજી

Tame mane maya lagadi Shrinathji

[Total: 1 Average: 5]

તમે મને માયા લગાડી શ્રીનાથજી, તમે મને માયા લગાડી

બાળપણામાં લીલા બતાવી, માસી તે પૂતના સંહારી  (૨),
અઘાસુર માર્યો વ્હાલે બકાસુર માર્યો (૨),
પેલી અધમ ગણિકા ઉદ્ધારી શ્રીનાથજી, તમે મને માયા લગાડી (૨) .. તમે મને માયા લગાડી શ્રીનાથજી

ટચલી આંગળીયે વ્હાલે, ગોવર્ધન તોડ્યો, જળ નાખ્યા છે વારી વારી (૨)
કાલિન્દી કાંઠે શ્રીકૃષ્ણ પધાર્યા (૨),
નાથી લીધો છે નાગ કાળી  શ્રીનાથજી, તમે મને માયા લગાડી (૨) .. તમે મને માયા લગાડી શ્રીનાથજી

શરદપુનમની રાતે કુંજગલીમાં, વ્હાલે તે વેણુ વગાડી (૨),
સોળસો ગોપીને વ્હાલે વશ કરી લીધા (૨),
એવા વશ કર્યાછે વ્રજનારી શ્રીનાથજી, તમે મને માયા લગાડી (૨) .. તમે મને માયા લગાડી શ્રીનાથજી

તમે પ્રભુ છો દીનદયાળુ, વિનંતી સુણોને અમારી (૨),
વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી (૨),
દર્શન દિયોને વારી વારી શ્રીનાથજી, તમે મને માયા લગાડી (૨) .. તમે મને માયા લગાડી શ્રીનાથજી



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *