You are Here: Home » Bhajan » Shrinathji » તમે પહેલા કોળિયો ભરો
|

તમે પહેલા કોળિયો ભરો

Tame Pahela Kodiyo Bharo

[Total: 2 Average: 5]

તમે પહેલા કોળિયો ભરો (૨), અમે પછીથી ખાશું,
નેણ ની ઝીણી ઝારી લઈને જમુના જળ ની પાશું .. તમે પહેલા કોળિયો ભરો

ભાવનાઓ છે પાન નું બીડું, એને મુખમા રાખો,
મીરા ને શબરીની ભક્તિ હળવે હળવે ચાખો,
અમે વહાલ થી વીંઝણું કરીએ (૨), ગીત તમારા ગાશું.. નેણ ની ઝીણી ઝારી લઈને

તમે ખાઓ ને તૃપ્તિ અમને, એવી અમારી પ્રીત,
રોમ-રોમ  થી જુઓ વહે છે મુરલી નું સંગીત,
અમે તમોને જોતા જોતા કદી નહિ ધરાશું… નેણ ની ઝીણી ઝારી લઈને



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *