You are Here: Home » Bhajan » Shrinathji » તારજે ડુબાડજે જીવાડજે કે મારજે
|

તારજે ડુબાડજે જીવાડજે કે મારજે

Tarje Dubadje Jivadje ke Marje

[Total: 6 Average: 4.7]

તારજે ડુબાડજે જીવાડજે કે મારજે (૨)
સઘળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથ રે (૨)

ઉગારજે કે પાડજે, તરછોડજે સ્વીકારજે  (૨),
સઘળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથ રે (૨) .. તારજે ડુબાડજે

સેવા તારી આપજે કે દૂર તુજથી રાખજે (૨),
સ્મરણ તારું આપજે કે માયામાં ભટકાવજે (૨),
સઘળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથ રે (૨) .. તારજે ડુબાડજે

સત્સંગ કોઈને આપજે કે દુઃસંગમાં તું રાખજે (૨),
દર્શન તારા આપજે કે રખડતો તું રાખજે (૨),
સઘળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથ રે (૨) .. તારજે ડુબાડજે

સઘળું તારું રાખજે પણ વાત મારી માનજે (૨),
સદ્ ગુરુના શ્રી ચરણોમાં આ બાળને સ્થાન આપજે (૨),
સઘળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથ રે (૨) .. તારજે ડુબાડજે

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *