You are Here: Home » Bhajan » Shrinathji » તારો નેડો લાગ્યો છે મને શામળા
|

તારો નેડો લાગ્યો છે મને શામળા

Taro Nedo Lagyo Chhe Mane Shamda

[Total: 3 Average: 5]

હે તારો નેડો લાગ્યો છે મને શામળા (૨),
હે હવે નહી છોડ મારો હાથ રે શ્રીનાથજી … નેડો લાગ્યો છે મને શામળા

જ્યારથી નૈનો ભરીને નીરખ્યો (૨),
પળે પળે દર્શનની આશ રે શ્રીનાથજી .. નેડો લાગ્યો છે મને શામળા

તારી છબી છે અતી રે સોહામણી (૨),
હે મેવાડ કેરા ધામ રળિયામણા શ્રીનાથજી .. નેડો લાગ્યો છે મને શામળા

પ્રીતડી બાંધી તુજથી ઓ શામળા (૨),
હે તુજને મળવાની ઘણી હોંશ રે શ્રીનાથજી .. નેડો લાગ્યો છે મને શામળા

પ્રીતની રીતથી હું તો અજાણી (૨),
હે ક્ષણે ક્ષણે લેવું તારું નામ રે શ્રીનાથજી .. નેડો લાગ્યો છે મને શામળા

“નીતા” યાચે છે આજે પ્રેમથી (૨),
હે તુજ ચરણે અવિચળ વાસ રે શ્રીનાથજી .. નેડો લાગ્યો છે મને શામળા



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *