You are Here: Home » Bhajan » Shrinathji » ઊંચા ઊંચા હાથે શ્રીજી મુજને બોલાવતો
|

ઊંચા ઊંચા હાથે શ્રીજી મુજને બોલાવતો

Uncha Uncha Haathe Shriji Mujne Bolavato

[Total: 7 Average: 4.4]

ઊંચા ઊંચા હાથે શ્રીજી મુજને બોલાવતો (૨), મારે જાઉંછે શ્રીજીને દ્વાર,
વાંસળીના સુરે શ્યામ મુજને પોકારતો, મળવું શામળિયા સરકાર, મારે મળવું શામળિયા સરકાર .. ઊંચા ઊંચા હાથે

રૂડા મેવડધામ ના રૂડા મંદિરિયે, રૂડા છે વૈષ્ણવ તમામ.. (૨),
રૂડા કમળચોંકે રૂડો રમે રાસમાં, રૂડા એવા શ્રીજીના ધામ
રાસના એ તાલમાં જગતને  નચાવતો (૨), અલબેલો જગતનો આધાર .. વાંસળીના સુરે

રત્ન કેરા ચોકમાં મારુ હૈયું મલકતું હરિ, હીરલો લાગ્યો મુજ હાથ (૨),
જગ મોહન પર જ્યાં નીરખીને જોયું તો, જોયો શ્રીજી શ્યામળાનો ઠાઠ,
આંખડીના મટકે જગતને ડોલાવતો (૨), ગોપીઓનો જીવન આધાર .. વાંસળીના સુરે

આજ કોઈ રોકે નહિ ઉરના ઉલ્લાસ ને, ઉતાવળ મળવું મારે શ્યામ (૨),
સાંવરિયા રંગમાં શાવરી થઇ મહાલવું, ચરણ કમલ સુખધામ,
હાસ્યની માધુરી એ કમાન જગાડતો (૨), “નીતા”નો પ્રાણ આધાર .. વાંસળીના સુરે



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *