You are Here: Home » Bhajan » Shrinathji » વિનંતી સ્વીકારો શ્રીજી
|

વિનંતી સ્વીકારો શ્રીજી

Vinati Swikaro Shriji

[Total: 2 Average: 4]

વિનંતી સ્વીકારો શ્રીજી, પીરસું થાળ ઉમંગે,
તમે જમવા પધોરો વ્હાલા, યમુનાજીના સંગે (૨)

મોહનથાળ ને માલપુઆ સહ, વિધ-વિધ પાક ધરાવું (૨),
દાળ-ભાત ને ભજીયા-ચટણી, હેતે હરિ ખવડાવું (૨),
થાળ ધર્યો છે લાડીલાંને, અતિ પ્રેમ આનંદે ..જમવા પધોરો વ્હાલા
વિનંતી સ્વીકારો શ્રીજી, પીરસું થાળ ઉમંગે .. જમવા પધોરો વ્હાલા

ઘઉંની પોળી ઘી માં બોળી, કંસાર આપું ચોળી (૨),
પાપડ-પાપડી તાજી કરી દઉં, રસ કેરીનો ઘોળી (૨)
ભાવ ભરી ભોજન ધરાવી, રંગુ તારા રંગે .. જમવા પધોરો વ્હાલા
વિનંતી સ્વીકારો શ્રીજી, પીરસું થાળ ઉમંગે ..જમવા પધોરો વ્હાલા

દહીં-દુધ ને માખણ-મીસરી, એલચી પાન સોપારી (૨),
તુલસી પત્ર મુકીને આપું, જળ જમુનાની ઝારી (૨),
શ્રીજી તારું રૂપ નીરખવા, આંખો મારી ઝંખે .. જમવા પધોરો વ્હાલા
વિનંતી સ્વીકારો શ્રીજી, પીરસું થાળ ઉમંગે ..જમવા પધોરો વ્હાલા



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *