You are Here: Home » Kirtan » Hindola » તેસોઈ વૃંદાવન તેસીયે હરિત ભૂમિ
|

તેસોઈ વૃંદાવન તેસીયે હરિત ભૂમિ

Taisoi Vrindavan Taisiye Harit Bhumi

[Total: 2 Average: 3]

તેસોઇ  વૃંદાવન  તેસીયે હરિત ભૂમી
તેસીયે વિરવધુ ચલત સુહાઈ માઇ

જેમ આ વર્ષા ઋતુમાં વૃંદાવન ખુબ સોહયમાન લાગે છે, તેવીજ સુંદર આ હરિયાળી ભૂમી પણ લાગે છે અને તેવીજ રીતે આ વિરવધુ (ચટક લાલ રંગનું જીવડું) નું ચાલવું પણ ખુબ સોહાય છે

તેસેઈ કોકિલા કલ કુહુકુહૂ કુજત
તેસેઈ નાચત મોર નિરખત નયના સુખદાઈ

તેવીજ રીતે કોયલનો કલરવ કુહુહુહુ નો અવાજ ખુબ મધુર લાગે છે. સાથે કળા કરતા મોરને નીરખતા નયનો ને સુખ ઉપજે છે

તેસી નવરંગ નવરંગ બની જોરી
તેસીએ ગાવત રાગ મલ્હાર તાન મન ભાઈ

આવા સુંદર નવરંગ વાતાવરણમાં પ્રિયા-પ્રીતમ ની નવરંગ જોડી બિરાજે છે અને તેવીજ સુંદર રાગ મલ્હાર ની તાન ગવાઈ રહી છે જે યુગલ સ્વરૂપને ખુબ મનભાવન લાગે છે

ગોવિંદપ્રભુ સુરંગ હિંડોરે ઝૂલે
ફૂલે આછે રંગભરે ચહુંદિષતે ઘટા જુરી આઈ

શ્રી ગોવિંદસ્વામી ને દર્શન થઇ રહ્યા છે – આવા સુંદર વૃંદાવનમાં મારા પ્રભુ સુરંગ (લાલ અનુરાગમય) હિંડોરે ઝૂલી રહ્યા છે, ખુબજ આનંદિત રસ-રંગભર્યા ખુશીથી ફુલાઈ રહ્યા છે અને ચારે બાજુથી પ્રેમની ઘટા ચડી આવી છે.



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *