You are Here: Home » Other » Lokgeet » બોલ રે ગોકુળની ગોરી મારો કનૈયો ચોરી
|

બોલ રે ગોકુળની ગોરી મારો કનૈયો ચોરી

Bol Re Gokulni Gori Maro Kanayo Chori

[Total: 4 Average: 5]

બોલ રે ગોકુળની ગોરી, મારો કનૈયો ચોરી ક્યાં સંતાડ્યો પાછો દે (૨)
આડો અવળો એને દોરી, નિંદર ઉડાડી મોરી (૨)
એને તે બગડ્યો પાછો દે, પાછો દે, પાછો દે,
ઓ કનૈયો મારો સંતાડ્યો પાછો દે … બોલ રે ગોકુળની ગોરી

માખણ દેવાને બહાને, લઇ જાય છાનેમને, (૨)
વહેલી પરોઢ કે આથમતી સંધ્યા ટાણે,
જમુના રે કાળજ કોરી, ભેળી કરી ગામની ગોરી (૨)
રાસે રમાડ્યો ભૂંડી તે, ભૂંડી તે, ભૂંડી તે,
ઓ કનૈયો મારો સંતાડ્યો પાછો દે … બોલ રે ગોકુળની ગોરી

ગાવલડી ચારતા વાંસલડી છેડે જોને, (૨)
નયણાં નચાવીને દોડે એની કેડે,
પોતે કરે મસ્તી ખોરી, આળ એને માથે ઢોળી, (૨)
એને ઘરથી ભગાડ્યો અલી તે, અલી તે, અલી તે,
ઓ કનૈયો મારો સંતાડ્યો પાછો દે … બોલ રે ગોકુળની ગોરી

બોલ રે ગોકુળની ગોરી, મારો કનૈયો ચોરી ક્યાં સંતાડ્યો પાછો દે (૨)
આડો અવળો એને દોરી, નિંદર ઉડાડી મોરી (૨)
એને તે બગડ્યો પાછો દે, પાછો દે, પાછો દે,
ઓ કનૈયો મારો સંતાડ્યો પાછો દે … બોલ રે ગોકુળની ગોરી

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *