You are Here: Home » Stories » Gusaiji » જલેબી ઉત્સવ
|

જલેબી ઉત્સવ

Jalebi Utsav

[Total: 0 Average: 0]

એક દિવસ ગિરિરાજજી ઉપર શ્રીનાથજીએ રામદાસ મુખિયાજી ને બોલાવીને એક છાની વાત કહી. શ્રીનાથજીનો શ્રીંગાર કરીને રામદાસ મુખિયાજી બહાર આવી કુંભનદાસજી ને શ્રીનાથજીએ કરેલી વાત કહી. કુંભનદાસજીએ બીજા બધા સેવકોને ભેગા કર્યા અને ખાનગીમાં પેલી વાત કહી. બધા સેવકો પોતપોતાના ઘરે જઈ  યથાશક્તિ ભેટ લઇ આવ્યા. કુંભનદાસજીએ સૌથી વધારે પાંચ મુદ્રા આપી. આમ કુલ ૨૧ મુદ્રા ભેગી થઇ. એ બધી મુદ્રા માંથી ખાંડ, લોટ, વી. મંગાવવામાં આવ્યા,  લોટ અથાયો, ચાસણી તૈયાર કરવામાં આવી, આખી રાત સામગ્રી બનાવવામાં આવી. બીજી બધી સામગ્રી તો ખરી જ પરંતુ જલેબી આજે અધીક માત્રામાં બનાવવામાં આવી.

બીજો દિવસ માગસર વાળ નોમનો હતો. શ્રી ગુંસાઈજી ગોકુળથી ગોપાલપુર પધાર્યા. આ બાજુ શ્રીનાથજીને રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યાંજ શ્રી ગુસાંઈજીના પધારવાના સમાચાર આવ્યા. બધા સેવકો ખુશ થઇ ગયા. સમય થતા શ્રી ગુંસાઈજી રાજભોગ સરાવવા નિજમંદિર પધાર્યા અને જુએ છે તો બધે જલેબી જ જલેબી. અન્ય સામગ્રી તો ખરી જ. ત્યારે શ્રી ગુંસાઈજીએ રામદાસ મુખિયાજીને પુછ્યું “આ જલેબીની સામગ્રી આજે અધીક માત્ર માં કેમ છે આજે? આજે કોઈ ઉત્સવ છે?”. ત્યારે રામદાસ મુખિયાજી કહે છે “આજે આપનો પ્રાગટ્ય દીવસ શ્રી ગોવર્ધનધરણ માનવી રહ્યા છે. સૌ સેવકોને આજ્ઞા કરીને આ સામગ્રી તૈયાર કરાવી છે. પુછ્યું તો કહે જલેબી રસરૂપ છે. કાકાજીના જન્મદિને જલેબીથી વધારે ઉત્તમ સામગ્રી બીજી કોઈ જ ન હોઈ શકે. મારે તો જલેબી જ  આરોગવી છે. એમ કહીને જીદ પકડી”

ગુંસાઈજી કહે “રામદાસજી, આજે સામગ્રી ખુબજ અધીક પ્રમાણ માં છે અને મને સેવકો ની સંખ્યા અને તેમની આર્થિક પરીસ્થીતી પણ ખબર છે. આ બધું ક્યાંથી આવ્યું એ મને થોડા વિસ્તાર થી કહો”. રામદાસજી કહે “શ્રી ગોવર્ધનનાથજી ની આજ્ઞા થતાંજ સદુપાંડે ઘી અને મેંદો લઇ આવ્યા, કુંભનદાસજી પાંચ અને બીજા બધા સેવકો એક-બે મુદ્રા લાવ્યા. એમ એકવીસ મુદ્રા ભેગી કરી ખાંડ, વી. લઇ આવ્યા”

કુંભનદાસજી પાંચ મુદ્રા લાવ્યા એમ સાંભળી શ્રી ગુંસાઈજી ચોંક્યા અને એમને બોલાવવાની આજ્ઞા કરી. શ્રી ગુંસાઈજી પૂછે છે કે તમે આ પાંચ મુદ્રા ક્યાંથી લાવ્યા? તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ તો અમને ખબરજ છે. કુંભનદાસજી કહે “ઘર મારુંજ છે ક્યાં? મારુ સર્વસ્વ તો આપના ચરણાર્વિદમાં જ છે. બે-ચાર પાડા વધારાના હતા તે આપને પુછ્યા વિના વેચી માર્યા અને એમાંથી પાંચ મુદ્રા ભેગી કરી અને સામગ્રી માટે આપી” શ્રી ગુંસાઈજી એમની સમર્પણ ભાવના જોઈ અતિ પ્રસન્ન થયા.

આ દીવસ સંવત ૧૬૩૦ માગસર વાળ નોમનો દીવસ હતો અને ત્યારથીજ આ દીવસ ને “જલેબી ઉત્સવ” તરીકે ઉજવવામાં આવે છે અને હજુ પણ ઠાકોરજીને એ દિવસે અધીક માત્રામાં જલેબી ધરાવવામાં આવે છે.




One day on Girirajji, Srinathji called Ramdas Mukhiyaji and said a secret thing. After adorning Srinathji, Ramdas Mukhiyaji came out and told Kumbhandasji what Srinathji had told him secretely. Kumbhandasji gathered all the other sevakas and said the same thing in private. All the sevakas went to their homes and brought gifts as much as they could. Kumbhandasji gave the most five mudras. Thus a total of 21 mudras were collected. Sugar, flour, v. Ordered, flour picked, syrup prepared, samagri was being made all night. All the other samagri were mad but Jalebi was made in large quantities today.


The next day was ninth day of month gujarati month Magsar. Shri Gunsaiji reached Gopalpur from Gokul. On this side Srinathji was offered a Rajbhog. Then came the news of Shri Gusainji’s arrival. All the sevakas were happy. When the time comes, Shri Gunsaiji goes to Nijmandir to practice Rajbhog and sees Jalebi everywhere. The other samagri was there as well. Then Shri Gunsaiji asked Ramdas Mukhiyaji “Why is there are more jalebi today? Is there any festival today?”. Then Ramdas Mukhiyaji says, “Today is the day of your manifestation, Shri Govardhanadharan is celebrating it today. He specially ordered all sevaks to celebrate your manifestation by making jalebi. If asked, say Jalebi is interesting. There can be no better than jalebi on Kakaji’s birthday.


Gunsaiji says “Ramdasji, there is a lot of samagri today and I know the number of sevaks and their financial situation. Tell me in detail where all this came from.” Ramdasji says, “As soon as Shri Govardhanathji ordered, Sadupande brought ghee and mando. Kumbhandasji brought five and all the other servants one or two mudras. We gathered twenty-one mudras and brought sugar, etc.


Hearing that Kumbhandasji brought five mudras, Shri Gunsaiji was shocked and ordered to call him. Gunsaiji asks where did you get these five mudras? We know the financial situation of your home. Kumbhandasji says, “Where is my house? My everything is in your Charanarvid. I sold two or four extra padas without asking you and collected five mudras from them and gave them for the samagri.” Gunsaiji was very pleased to see his dedication.

This day was the day of Samvat 1630 Magsar Vad Nom and since then this day is celebrated as “Jalebi Utsav” and Thakorji still offered large quantity of Jalebi on that day.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *