You are Here: Home » Stories » Gusaiji » શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય
|

શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય

Shri Gusaiji Pragatya

[Total: 3 Average: 3.7]

જયારે શ્રી મહાપ્રભુજી એમનું બીજી વાર નું વિચરણ કરતા હતા અને જયારે તેઓ પંઢરપુર પહોંચ્યા ત્યારે શ્રી વિટ્ઠલનાથે શ્રી મહાપ્રભુજી સામે એમને ત્યાં પ્રગટ થવાની ઈચ્છા પ્રગટ કરી અને આજ્ઞા પાન કરી કે તેઓ લગ્ન કરે. શ્રી વિઠ્ઠલનાથની આજ્ઞાથી પ્રેરાઈને શ્રી મહાપ્રભુજીએ મહાલક્ષ્મીજી સાથે વિવાહ કર્યા. વિવાહ બાદ તેઓએ દેવઋષી નામના ગામમાં નિવાસ કર્યો અને ત્યાંજ તેઓ ના પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજી નું પ્રાગટ્ય થયું.

ત્યાર બાદ તેઓ ચરણાટ ગામ માં નિવાસ કર્યો અને અહીંથી જ તેઓ શ્રી સુબોધિનીજી નું લેખન કાર્ય સંભાળતા. બીજી બાજુ ગંગાજીને કિનારે બેસીને બટુક નામના રામાનુજી પંડિત ૧૨ વર્ષથી  વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરતા હતા. એક સમયે ગંગાજીમાં  થી શ્રી વિઠ્ઠલનાથજી નું સ્વરૂપ પ્રગટ થયું. એ સ્વરૂપે બટુક પંડિતને આજ્ઞા કરી કે એક મહિના સુધી તું અમારી સેવા કરજો પછી અમે કહીએ ત્યાં અમને પધરાવજો. બટુક પંડિતે ખુબ ભાવથી શ્રી વિઠ્ઠલનાથજી ની સેવા કરી. પછી એક રાત્રે શ્રી વિઠ્ઠલનાથજીએ બટુક પંડિતને આજ્ઞા કરી કે તેઓ મને ચરણાટમાં શ્રી મહાપ્રભુજી ત્યાં જઈને અમને પધરાવો અને કહેજો કે ઠાકોરજી આજ્ઞા કરીને પધાર્યા છે. તેઓ અમને તુરંત પધરાવી લેશે અને તારા પર ખુબ પ્રસન્ન થશે.

બીજા દિવસે બટુક પંડિત શ્રી વિઠ્ઠલનાથજીને પધરાવી ને શ્રી મહાપ્રભુજી પાસે પહોંચ્યા. મહાપ્રભુજીએ તેમનું સ્વાગત કરી રી વિઠ્ઠલનાથજીને પધરાવ્યા. એ જ સમયે મહાલક્ષ્મીજીના ખોળે બીજા પુત્રનું કસ્તુરીના તિલક સાથે પ્રાગટ્ય થયું. એ જ સમયે શ્રી મહાપ્રભુજી બોલ્યા કે આજે અમારે ત્યાં સેવ્ય અને સેવક એમ બંને સ્વરૂપે શ્રી ઠાકોરજી અમારે ત્યાં પધાર્યા છે. એ દિવસ માગસવર વાળ નોમ નો હતો.

શ્રી વિઠ્ઠલનાથજી જે દિવસે શ્રી મહાપ્રભુજીને ત્યાં પધાર્યા એ જ દિવસે શ્રી ગુંસાઈજી નું પ્રાગટ્ય થયું હોવાથી તેઓ ને શ્રી વિઠ્ઠલેશ પણ કહેવામાં આવે છે.



When Shri Mahaprabhuji was visiting for the second time and when he reached Pandharpur, Shri Vitthalnath expressed his desire to appear before Shri Mahaprabhuji there and ordered that they get married. Inspired by Sri Vitthalanath, Sri Mahaprabhuji married Mahalakshmiji. After marriage, they settled in a village called Devrishi and it was there that their first son Shri Gopinathji was born.

After that he settled in Charnat village and from here he used to take over the writing work of Shri Subodhiniji. On the other hand, Pandit Ramanuji, named Batuk, was sitting on the banks of the Ganges and was reciting Vishnu Sahasranam for 12 years. Once upon a time the form of Shri Vitthalnathji appeared in Gangaji. That way he ordered Batuk Pandit that you serve us for a month and then take us wherever we ask. Batuk Pandit served Shri Vitthalnathji with great devotion. Then one night Shri Vitthalnathji ordered Batuk Pandit to send me to Charnat to Shri Mahaprabhuji and visit us and tell him that Thakorji has come by order. They will get us in no time and will be very pleased with you.

The next day Batuk Pandit reached Shri Vitthalnathji and reached Shri Mahaprabhuji. Mahaprabhuji welcomed him and introduced him to Ri Vitthalnathji. At the same time another son appeared in Mahalakshmiji’s lap with a tilak of musk. At the same time Shri Mahaprabhuji said that Shri Thakorji has arrived there today in the form of both Sevya and Sevak. That day was called Magaswar Vaal.

Since Shri Vitthalanathji appeared on the same day Shri Mahaprabhuji arrived there, he is also called Shri Vitthalesh.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *