You are Here: Home » Other » Lokgeet » માને તો મનાવી લેજો રે
|

માને તો મનાવી લેજો રે

Maane to manavi lejo re

[Total: 106 Average: 3.8]

માને તો મનાવી લેજો રે,
હે ઓધાજી રે, મારા વા’લાને વઢીને કે’જો રે .. માને તો મનાવી લેજો રે,

મથુરાના રાજા થ્યા છો, કે ગોવાળોને ભૂલી ગ્યા છો રે, (૨)
માનીતી ને ભૂલી ગ્યા છો રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

એકવાર ગોકૂળ આવો, માતાજી ને મ્હોંઢે થાવો રે, (૨)
ગાયો ને સંભાળી જાઓ રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

જમુનાને કાંઠે જાતાં, લૂંટી મને માખણ ખાતા રે, (૨)
છોડ્યા કેમ જુના નાત રે,
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

તમે છો ભક્તોના તારણ, એવી મુને હૈયે ધારણ રે, (૨)
ગુણ ગાયે ભગો ચારણ,
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *