You are Here: Home » Bhajan » શ્રીજી બાવા દીન દયાળા
|

શ્રીજી બાવા દીન દયાળા

Shreeji Bava Deen Dayaala

[Total: 6 Average: 3]

શ્રીજી બાવા દીન દયાળા ભક્ત તમારો જાણજો 
હરિગુણ ગાતાં દોષ પડે તો સેવા અમારી માનજો

હું અપરાધી કાંઈ ન સમજ્યો નામ તમારાં અપાર છે
દાસ ઉપર દયા કરો તો ગુણ તમારા ગાય છે 

ઓ દીન બંધુ ઓ રે દયાળુ પ્રાર્થના કરું કરગરી
દાસ ઉપર દયા કરો તો ફેરે જન્મ ના ધરું ફરી 

ગૌલોકવાસી વૈકુંઠવાસી બુદ્ધિ અમારી સુધારજો
જન્મ મરણનાં બંધન છૂટે એવી ભક્તિ અમને આપજો

અંત સમયે પ્રભુ દયા કરીને દર્શન દેવા આવજો
દાસ ઉપર દયા કરીને ચરણ કમળમાં રાખજો


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *