You are Here: Home » Bhajan » Shri Vallabh » શ્રી પ્રભાતે શ્રી વલ્લભને સમરીયે રે
|

શ્રી પ્રભાતે શ્રી વલ્લભને સમરીયે રે

Shri Prabhate Shri Vallabh

[Total: 5 Average: 4.6]

શ્રી પ્રભાતે શ્રી વલ્લભને સમરીયે રે
લે જો આંઠે સમાના નામ, શ્રીનાથજીને સમરીયે રે

મંગલામાં શ્રી નવનીતલાલને સમરીયે રે
શણગારમાં ગોકુલચંદ્રમાંના રાજ, શ્રીનાથજીને…

ગ્વાલમોઘઃમાં શ્રી ઘ્વારાકાધીશને સમરીયે રે
રાજભોગમાં શ્રીનાથજીના રાજ, શ્રીનાથજીને..

ઉત્થાપનમાં શ્રી મથુરેશજીને સમરીયે રે
ભોગસમામાં ગોકુલનાથના રાજ, શ્રીનાથજીને..

આરતીમાં શ્રી વિઠ્ઠલનાથને સમરીયે રે
શૅનસામામાં શ્રી મદનમોહનના રાજ, શ્રીનાથજીને..

આંઠે સમા સમરીને શું થયું રે
ઉપજ્યો મારા આત્મામાં આનંદ, શ્રીનાથજીને..
.

શ્રી પ્રભાતે શ્રી વલ્લભને સમરીયે રે
લે જો લે જો શ્રી વિઠ્ઠલાલના નામ, શ્રીનાથજીને…

પ્રથમ પહેલા ગિરીધારીલાલને સમરીયે રે
બીજા સમરું ગોવીંદલાલના રાજ, શ્રીનાથજીને…

ત્રીજા સમરું બાલકૃષ્ણને સમરીયે રે
ચોથા સમરું ગોકુલનાથના રાજ, શ્રીનાથજીને…

પાંચમા સમરું રઘુપતિને સમરીયે રે
છઠા સમરું યદુપતિના રાજ, શ્રીનાથજીને…

સાતમા સમરું ઘનશ્યામજીને સમરીયે રે
આંઠમાં સમરું બેટીજીના રાજ, શ્રીનાથજીને…

આંઠેને સમરીને શું થયું રે
આપ્યા અમને બ્રહ્મ સંબંધના દાન, શ્રીનાથજીને…

શ્રી પ્રભાતે શ્રી વિઠ્ઠલને સમરીયે રે
લે જો આંઠે સખાના નામ, શ્રીનાથજીને…

ચંદ્ર સરોવર પર સુરદાસને સમરીયે રે
અપ્સરાકુંડમાં ચિત્તસ્વામીના રાજ, શ્રીનાથજીને…

સુરભિકુંડમાં પરમાનંદદાસજીને સમરીયે રે
બિલછુકુંડે કૃષ્ણદાસજીના નામ, શ્રીનાથજીને…

કદમખંડીમાં ગોવિંદસ્વામીને સમરીયે રે
માનસીગંગામાં નંદદાસજીના રાજ, શ્રીનાથજીને…

રુધ્રકુંડમાં ચત્રભુજદાસજીને સમરીયે રે
જમનાવટમાં કુંભનદાસજીના રાજ, શ્રીનાથજીને…

આંઠેને સમરીને, શું થયું રે
રાખ્યો મારા પુષ્ટિમારગનો રંગ, શ્રીનાથજીને…

શ્રી પ્રભાતે શ્રી વિઠ્ઠલને સમરીયે રે
લે જો લે જો વ્રજભૂમિનાં નામ, શ્રીનાથજીના…

મથુરામાં વિશ્રામઘાટને સમરીયે રે
ગોકુળમાં ઠાકરાણીઘાટના રાજ, શ્રીનાથજીને…

વૃંદાવનમાં બંસીબતને સમરીયે રે
ગોવર્ધનમાં ગિરિરાજના રાજ, શ્રીનાથજીને…

નંદગામમાં નંદરાયને સમરીયે રે
બરસાનામાં રાધાજીના રાજ, શ્રીનાથજીને…

કામવાનમાં વિમલકુંડને સમરીયે રે
મધુવનમાં મહાપ્રભુજીનાં રાજ, શ્રીનાથજીને…

આંઠેને સમરીને શું થયું રે
દીધો અમને વ્રજભૂમિમાં આવાસ, શ્રીનાથજીને…

શ્રી પ્રભાતે ગુરુદેવને સમરીયે રે
લે જો લે જો તાદ્દશી વૈષ્ણવના નામ, શ્રીનાથજીને…

પ્રથમ પહેલા દામોદરદાસજીને સમરીયે રે
બીજું સમરું કૃષ્ણદાસના નામ, શ્રીનાથજીને…

અડેલમાં રજોબાઈને સમરીયે રે
કાશીમાં રૂક્ષમણીબાઈના રાજ, શ્રીનાથજીને…

નવઆખ્યાનમા ગોપાલદાસને સમરીયે રે
તનમુખમાં ચાચાજીના રાજ, શ્રીનાથજીને…

વિવેકધનમાં હરિદાસની બેટીને સમરીયે રે
સુરતમાં સાસુ-વહુના રાજ, શ્રીનાથજીને…

આંઠેને સમરીને શું થયું રે
શીખવી અમને સમરત રીત, શ્રીનાથજીને…


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *