You are Here: Home » Other » Dhun » તારો અમુલક અવસર જાય રે
|

તારો અમુલક અવસર જાય રે

Taro Amulak Avsar Jaay Re

[Total: 3 Average: 4.3]

તારો અમુલક અવસર જાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે (૨)
ગોવિંદ ગા રે ગોપાલ ગા રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે (૨) ..તારો અમુલક અવસર જાય રે

ગોવિંદ ગા, ગોપાલ ગા, ગોપીજન વલ્લભ ગોવિંદ ગા (૨),
અંતર આજે હેતે મલકાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે (૨) ..તારો અમુલક અવસર જાય રે

ગોવિંદ ગા, ગોપાલ ગા, મુરલી મનોહર ગોવિંદ ગા (૨),
સુર એની મુરલીનો મન હરિ જાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે (૨) ..
તારો અમુલક અવસર જાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે
અંતર આજે હેતે મલકાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે

ગોવિંદ ગા, ગોપાલ ગા, યશોદાનંદન ગોવિંદ ગા (૨),
માખણ મીસરી લાલો ચોરી ચોરી ખાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે (૨)
તારો અમુલક અવસર જાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે
અંતર આજે હેતે મલકાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે

ગોવિંદ ગા, ગોપાલ ગા, ગોવર્ધન ધારી ગોવિંદ ગા (૨),
ટચલી આંગળીએ ગિરિવર ધરાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે (૨)
તારો અમુલક અવસર જાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે
અંતર આજે હેતે મલકાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે

ગોવિંદ ગા, ગોપાલ ગા, નટવર નાગર ગોવિંદ ગા (૨),
ગોપી ગોવાળ સંગ હોળી ખેલાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે (૨)
તારો અમુલક અવસર જાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે
અંતર આજે હેતે મલકાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે

ગોવિંદ ગા, ગોપાલ ગા, રાધા મનમોહન ગોવિંદ ગા (૨),
રાધા ગોરી સંગ રાસ રચાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે (૨)
તારો અમુલક અવસર જાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે
અંતર આજે હેતે મલકાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે

ગોવિંદ ગા, ગોપાલ ગા, મીરા કે માધવ ગોવિંદ ગા (૨),
વિષનો પ્યાલો અમૃત બની જાય રે,  ગોવિંદ ગા રે ગોપાલ ગા રે (૨)
તારો અમુલક અવસર જાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે
અંતર આજે હેતે મલકાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે

તારો અમુલક અવસર જાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે
સુર એની મુરલીનો મન હરિ જાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે
માખણ મીસરી લાલો ચોરી ચોરી ખાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે
ટચલી આંગળીએ ગિરિવર ધરાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે
ગોપી ગોવાળ સંગ હોળી ખેલાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે
રાધા ગોરી સંગ રાસ રચાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે
વિષનો પ્યાલો અમૃત બની જાય રે,  ગોવિંદ ગા રે ગોપાલ ગા રે
તારો અમુલક અવસર જાય રે, ગોવિંદ ગા રે ગોપાલ ગા રે

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *