You are Here: Home » Other » Lokgeet » સુખ-દુઃખ મનમાં નો આણિએ
|

સુખ-દુઃખ મનમાં નો આણિએ

Sukh Dukh manma na aaniye

[Total: 4 Average: 4.5]

સુખદુઃખ મનમાં નો આણિએ, એવા ઘટ સાથે ઘડિયાં;
ટાળ્યાં તે કોઈનાં એ જી નવ ટળે રે, રઘુનાથનાં જડિયાં… સુખ દુઃખ

નલ રે સરખો નર નહીં, જેની દમયંતી રાણી; (૨)
અર્ધે રે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી… સુખ દુઃખ

પાંચ રે પાંડવ સરીખા બાંધવા, જેને દ્રૌપદી રાણી; (૨)
બાર વરસ વન એ જી ભોગવ્યાં રે, નયણે નિંદ્રા ન આણી… સુખ દુઃખ

સીતાજી સરખી સતી નહીં, જેના રામજી સ્વામી; (૨)
રાવણ તેને એ હરી ગયો, સતી મહાદુઃખ પામી… સુખ દુઃખ

રાવણ સરિખો રાજીયો, જેને મંદોદરી રાણી; (૨)
દશ મસ્તક એ છેદાઈ ગયાં, બધી લંકા લુંટાણી… સુખ દુઃખ

હરિશ્ચંદ્ર રાય સતવાદિયા, જેને તારલોચના રાણી; (૨)
તેને વિપત્તિ એ જી બહુ પડી, ભર્યાં નિચ ઘેર પાણી… સુખ દુઃખ

એ જી દુખતો પડ્યું રે સર્વે દેવને, સમાર્યા અંતર્યામી (૨),
ભાવટ ભાંગી ભૂધરે, મેહેતા નરસૈંનો સ્વામી… સુખ દુઃખ



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *