You are Here: Home » Stories » Gusaiji » શ્રી ગુસાંઇજીનો વિપ્રયોગ (કસુંબા છઠ)
|

શ્રી ગુસાંઇજીનો વિપ્રયોગ (કસુંબા છઠ)

Gusdaiji's separation from Shrinathji

[Total: 2 Average: 4]

શ્રી ગુંસાઈજી ભગવદ રસને સંપૂર્ણપણે માણવા માટે તેઓએ વિયોગ રસ નો અનુભવ કરવાનો નીર્ધાર કર્યો. સંયોગ રસ નું પાન તો શ્રી ગોવર્ધનધરણ તેઓને દરરોજ જ કરાવતા પરંતુ જ્યાં સુધી સંયોગ રસમાં વિયોગ રસ ન ભળે ત્યાં સુધી તે અધુરો જ છે . સંયોગ રસ ત્યારે જ પુરેપુરો સમજાય અને અનુભવાય જયારે એની ભૂમિં વિયોગ રસ થી ભીંજાયેલી હોય. રસશાસ્ત્ર ના આ નિયમને શ્રી ગુંસાઈજી બરાબર જાણતા હતા.

વિયોગ રસ ની અનુભૂતિ માટે તેમને કૃષ્ણદાસ અધિકારી ની પાત્રતા સમજી પસંદગી કરી. કૃષ્ણદાસ અધિકારીને તો શ્રી ગુંસાઈજી એ ભગવદ પ્રેરણાથી નિમિત્ત માત્ર જ બનાવ્યા હતા. કૃષ્ણદાસ અધિકારી આ રહસ્ય લીલાના જાણકાર અને સમજદાર હતા. તેઓ શ્રી વલ્લભ ના ખુબ જ કૃપાપાત્ર સેવક અને શ્રીનાથજી ના સખા શ્રી હરિ ની નિત્ય લીલાનો સ્મરણ કરીને શ્રી ગુસાંઇજીની આ લીલામાં સહભાગી થયા અને લીલાનો આરંભ થયો.

કૃષ્ણદાસ અધિકારીએ શ્રી ગુંસાઈજી ને શ્રીનાથજીની સેવામાં થી અમુક કારણોસર વિમુખ કર્યા. શ્રી ગુંસાઈજી શ્રીનાથજી મંદિરના અધિકારીની આમાન્યા જાળવવા સેવામાંથી દૂર થયા અને પ્રભુને દંડવત કરી પરાસોલી ગામમાં ચંદ્ર સરોવરના કાંઠે જઈને બિરાજ્યા  અને વિપ્ર યોગનો અનુભવ કરી પ્રભુથી વિમુખ થવાના તાપથી તપવા લાગ્યા.

રામદાસ મુખાઈજી ઠાકોરજીની રાજભોગ આરતી થી પહોંચીને શ્રી ગુંસાઈજી પાસે આવતા અને શ્રીનાથજીનું ચરણોદક દેતા. શ્રી ગુંસાઈજી શ્રીનાથજી માટે ફૂલની માળા તૈયાર કરી રાખતા.અને એની અંદર પોતાની હૃદય વેદનાનો શ્લોક વિજ્ઞપ્તિ રૂપે લખીને રામદાસજી સાથે મોકલાવતા. રામદાસજી એ માળા શ્રીનાથજીને ધારણ કરાવતા. શ્રીનાથજી માળામાં છુપાયેલા શ્લોકો વાંચતા અને એ પત્રો મુખિયાજીને પાછા આપી દેતા. વળતો પ્રત્યુત્તર તેઓ બીડાના પાન પાર લખીને મોકલાવતા.

બીજે દિવસે રામદાસજી એ બીડા લઈને શ્રી ગુંસાઈજી પાસે આવતા અને ચરણોદકની સાથે એ બીડા પણ આપતા. શ્રી ગુંસાઈજી પાન પાર લખેલો એ પત્ર વાંચતા અને પછી એ પાન ને ઘૂંટી, ચરણોદકમાં ભેળવી એનું પાન કરી જતા. શ્રી ગુંસાઈજીએ લખેલ બધીજ વિજ્ઞપ્તિઑ હજુ પણ સચવાયેલ છે અને ભક્તજનોના હિતાર્થે પ્રગટ પણ થઇ છે. પરંતુ શ્રીનાથજીએ આપેલ પ્રતુતરો શ્રી ગુંસાઈજી ના સમગ્ર દેહના પ્રત્યેક અંગેઅંગમાં વ્યાપી ગયા હતા.

આ વિપ્ર યોગ વી. સં. ૧૬૨૫ ના પોષ સુદ છઠ થી અષાઢ સુદ પાંચમ સુધીના છ મહિના ચાલ્યો. પછી હવે સેવ્ય અને સેવક બંનેની ધીરજ ખૂટી પડી. અંતે મથુરાના ફોજદાર બીરબલની દરમ્યાનગીરીથી આ વિપ્ર યોગનો અંત આવ્યો. બીરબલે  કૃષ્ણદાસ અધિકારીને રાતોરાત પકડી બંદીખાને નાખ્યા અને શ્રી ગુસાંઇજીને ફરીથી મંદિર માં પધારવાની વિનંતી કરી.

પરમ કૃપાળુ શ્રી ગુંસાઈજીએ કૃષ્ણદાસ અધિકારીની સંમતિ વિના મંદિર માં પ્રવેશવાની અને ભોજન લેવાની ના પાડી. શ્રી ગુસાંઇજીની આવી ઉદારતા જોઈને બીરબલે કૃષ્ણદાસ અધિકારીને બંદીખાને થી મુક્ત કરી દીધા. અને આવું કાર્ય કરવા બાદલ ઠપકો દીધો. કૃષ્ણદાસ પરાસોલી આવી શ્રી ગુસાંઈજીને દંડવત કરીને માફી માંગી.શ્રી ગુસાંઇજીને ફરીથી મંદિરમાં પધારી શ્રીનાથજીની સેવા સંભાળી લેવા માટેની પ્રાર્થના કરી.

જયારે વિપ્ર યોગ નો અંત આવ્યો ત્યારે અષાઢ સુદ છઠ હતી અને શ્રી ગુંસાઈજીએ આ તિથિને કસુંબા છઠ નામ આપ્યું. છ માસ ના વિરહ પછી શ્રી ગુંસાઈજી પોતાના સેવ્ય શ્રી ગોવર્ધનધરણ ને મળ્યા હતા. વિરહ પછીના મિલનને કસુંબલ રંગ જ શોભા આપે. આ વિચારીને શ્રી ગુંસાઈજી સર્વત્ર કસુંબલ રંગ સજાવવા માટે આજ્ઞા કરે છે.

એ દિવસે ઠાકોરજી ના નિજ મંદિરને સર્વત્ર કસુંબલ રંગ થી સજાવવામાં આવે છે. ઠાકોરજી ને શ્રીંગારમાં કસુંબલ  પીંછોડા ધરાવવામાં આવે છે
આમ વિક્રમ સંવત ૧૬૨૫ થી અષાઢ સુદ છઠ ને કસુંબા છઠ ના નામ થી ઓળખાય છે.




In order to fully enjoy Bhagavad Rasa Shri Gunsaiji also decided to do Viyog Rasa. Shri Govardhandharan used to give him Sanyog Rasa (to be with) every day but it is incomplete till Viyog Rasa is filled in Sanyog Rasa. We only can appreciate and understand the true values of sanyog rasa when its land is soaked with Viyog Rasa (seperation).

For the realization of Viyog Rasa, he had one qualified for a job person in mind. Krishnadas Adhikari and he made his choice. Krishnadas Adhikari was only the reason he picked for his Lila. Krishnadas Adhikari was a great devotee of Shri Vallabh and he knew about this Lila of Shri Gusaiji. He also knew that people will curse him for doing this but even then he decided to accompany Shri Gusaiji in his Lila.

Krishnadas Adhikari deprived Shri Gunsaiji from Srinathji’s service for some reason. Shri Gunsaiji withdrew himself out from the service of Lord obeying the decision of Krishnadas Adhikari. He then went to the shores of Chandra Sarovar in Parasoli village and experienced Vipra Yoga and began to feel the heat of separation from the Lord.

Ramdas Mukhaiji used to visit Shri Gusaiji everyday after Thakorji’s Rajbhog Aarti and used to give Srinathji’s footsteps. Shri Gunsaiji used to prepare flower garlands for Srinathji and write the verse of his heartache inside it in the form of Shlokas and send it with Ramdasji. Ramdasji used to offer that flower garlands to Shrinathji. Srinathji would read the verses hidden in the garlands and return it to the Mukhiyaji. They would also send a reply in writing across the bid.

The next day Ramdasji would come to Shri Gunsaiji with the beeda and give the beeda along with Charanodak. Shri Gunsaiji would read the letter written by Shrinathji and eat that beeda afterwords. All the verses written by Shri Gunsaiji are still preserved and have been published for the benefit of the devotees. But the responses given by Srinathji was mixed in the devine body of Shri Gusaiji.

The Vipra Yoga lasted for six months started from Posha Sud sixth on 1625 and ended on Ashadha Sud fifth. Then both the God and his great devotee Shri Gusaiji lost their patience. Finally, this Vipra Yoga came to an end with the intervention of Birbal, the magistrate of Mathura. Birbal captured the Krishnadas Adhikari overnight, imprisoned him and requested Shri Gusainji to return to the temple.

The most gracious Shri Gunsaiji refused to enter the temple and take food without the consent of Krishnadas Adhikari. Seeing such generosity of Shri Gusainji, Birbal freed Krishnadas Adhikari from captivity. And reprimanded him for doing so. Krishnadas came to Parasoli and bowed to Shri Gusainji and apologized. He requested Shri Gusainji to return to the temple again and prayed to take charge of Srinathji’s service.

When Vipra Yoga came to an end, it was Ashadh Sud Chhath and Shri Gunsaiji named this date Kasumba Chhath. After six months of bereavement, Shri Gunsaiji met Shri Govardhan Dharan again. Red color (Kasumbal color)i ndicates the reunion after great bereavement. With this in mind, Shri Gunsaiji commands to decorate whole temple with Kasumbal color.

On that day, Thakorji’s own temple is decorated with Kasumbal color everywhere. Thakorji has Kasumbal feathers in Sringar
Thus from Vikram Samvat 1625 Ashadh Sud Chhath is known as Kasumba Chhath.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *